Bike Insurance Online

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ આ વીમા પૉલિસીનો અર્થ છે કે જે તમારી બાઇક/સ્કૂટરને ટુ-વ્હિલર અને/અથવા તેના રાઇડર્સને કારણે થયેલા કોઈપણ નુકસાન પર કવર કરવા માટે લેવામાં આવે છે, જેમ કે રોડ અકસ્માત, કુદરતી આપત્તિ અથવા મોટર વાહનની ચોરી/નુકસાન. બાઇક ઇન્શ્યોરન્સ આવશ્યક રીતે કોઈપણ થર્ડ-પાર્ટી લાયબિલિટી સામે કવરેજ પ્રદાન કરે છે, જે કોઈપણ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત/દુર્ઘટનાના કિસ્સામાં એક અથવા વધુ વ્યક્તિઓને થઈ શકે છે. વાહનને થયેલ કોઈપણ નુકસાનના કિસ્સામાં, આ ઇન્શ્યોરન્સ હોવાથી તે તમને કોઈપણ અનપેક્ષિત ફાઇનાન્શિયલ અસરો સામે સુરક્ષા પ્રદાન કરશે. તે દરેક પ્રકારના ટુ-વ્હિલર વાહનોને કવર આપે છે અને વ્યક્તિગત, વ્યવસાયિક અથવા મિશ્ર હેતુ માટે બધા ઉપયોગોને કવર કરે છે. ₹ 2,000 ના નાણાંની ચુકવણી ટાળવા માટે 30 સેકંડ્સની અંદર પોતાનો ટુ વ્હિલર / બાઇક ઇન્શ્યોરન્સ ખરીદો અને રિન્યુ કરો.

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીના પ્રકારો:

સામાન્ય રીતે ભારતમાં બે પ્રકારની પૉલિસીઓ આપવામાં આવે છે, જે છે:

 • વ્યાપક વીમો: વ્યાપક બાઇક ઇન્શ્યોરન્સ માલિક અને તેના રાઇડર્સને તમામ પ્રકારના વેર અને ટીઅર્સ સામે કવરેજ પ્રદાન કરે છે.
 • થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ: આ પૉલિસી થર્ડ પાર્ટી ઍક્શનથી ઉદ્ભવતી ઇજાઓ સામે કવર કરે છે.

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પ્લાન:

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પ્લાન પ્રતિ દિવસ ₹2 થી શરૂ થાય છે. પૉલિસીબજારમાં તમારા મોટર વાહન માટે ઑનલાઇન ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પ્લાન્સ ખરીદો અને તુલના કરો. હવે તમે માત્ર 30 સેકંડ્સમાં સૌથી ઓછા પ્રીમિયમ સાથે ટોચના ઇન્શ્યોરર પાસેથી તમારી સમાપ્ત થયેલ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરી શકો છો.

 • ત્વરિત પૉલિસી જારી
 • કોઈ નિરીક્ષણ નહીં, કોઈ વધારાના શુલ્કો નહીં
 • ઇન્શ્યોરન્સ પ્લાન પર સૌથી ઓછા પ્રીમિયમની ગેરંટી
ટુ વ્હિલર ઇન્શ્યોરર થર્ડ પાર્ટી કવર નેટવર્ક ગેરેજ વ્યક્તિગત અકસ્માત કવર ઇન્કર્ડ ક્લેઇમ રેશિયો પૉલિસીની મુદત નો ક્લેઇમ બોનસ
બજાજ આલિઆન્ઝ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 4000+ ₹ 15 લાખ 69.19% 1 વર્ષ ઉપલબ્ધ
ભારતી અક્સા ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 4500+ ₹ 15 લાખ 89.09% 1 વર્ષ ઉપલબ્ધ
એચડીએફસી અર્ગો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 6800+ ₹ 15 લાખ 89.43% 1 વર્ષ ઉપલબ્ધ
ઇફકો ટોકિયો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 4300+ ₹ 15 લાખ 79.19% 1 વર્ષ ઉપલબ્ધ
રિલાયન્સ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 750+ ₹ 15 લાખ 81.47% 1 વર્ષ ઉપલબ્ધ
યુનિવર્સલ સોમ્પો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 150+ ₹ 15 લાખ 80.66% 1 વર્ષ ઉપલબ્ધ
રૉયલ સુંદરમ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 3300+ ₹ 15 લાખ 84.99% 1 વર્ષ ઉપલબ્ધ
ન્યુ ઇન્ડિયા અશ્યોરન્સ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ 150+ ₹ 15 લાખ 79.68% 1 વર્ષ ઉપલબ્ધ

અસ્વીકૃતિ: આ સામગ્રીમાં બતાવેલ ઇન્શ્યોરન્સ કંપનીઓની રેન્કિંગ કોઈ ચોક્કસ ક્રમમાં નથી. આ સૂચ‌િ આઇઆરડીએની રેન્કિંગ મુજબ સંકલિત નથી.

તમે તમારા વાહનને તમારા પોતાના બાળકની જેમ જ પ્રેમ કરો છો. તમે તેને સ્વચ્છ રાખો છો અને દર રવિવાર તેને પૉલિશ કરો છો. તમે આનાથી શહેરની ચારેબાજુ ફરો છો. હા, તમારું વાહન તમારા જીવનનો એક અભિન્ન ભાગ છે. તેથી, તમારા વાહનને સુરક્ષિત અને સલામત રાખવું મહત્વપૂર્ણ છે. તમારી કિંમતી બાઇકનો ઇન્શ્યોરન્સ ખરીદીને તેને કવર આપો અને પછી નિશ્ચિંત રહો.

બાઇક ઇન્શ્યોરન્સ કોઈપણ ભૌતિક નુકસાન, ચોરી, અને થર્ડ-પાર્ટીની જવાબદારી સામે ફાઇનાન્શિયલ કવર પ્રદાન કરે છે. ભારતમાં રસ્તાની બિસ્માર હાલત અને કોઈપણ આચરણ વગરના ડ્રાઇવિંગ સાથે, રસ્તાઓ પર ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ એ જ તમારો એકમાત્ર તારણહાર છે.

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સના મુખ્ય લાભો અને વિશેષતાઓ

Two Wheeler Insurance Buying Guide

બજારમાં નવા ખેલાડીઓના આગમનથી ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ બજારમાં નાટકીય રૂપે પરિવર્તન આવી ગયું છે. ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ આજે ગ્રાહકોને જીતવા અને વર્ષ પછી તેઓ તેમને વર્ષ સાથે ચાલુ રાખવા માટે વિશેષતાઓની શ્રેણી સાથે આવે છે.. ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન ખરીદવી એ ઝંઝટ-મુક્ત અને ઝડપી પ્રક્રિયા છે.

 • માત્ર કોમ્પ્રિહેન્સિવ અને જવાબદારીનું કવરેજ
 • ત્વરિત પૉલિસી
 • ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર
 • વૈકલ્પિક કવરેજ
 • નો કલેઇમ બોનસ (એનસીબી)નું સરળ ટ્રાન્સફર
 • છૂટ
 • ઑનલાઇન ખરીદી માટે ઝડપી નોંધણી
 • સંપત્તિને નુકસાન અને/ અથવા આજુબાજુમાં શારીરિક ઈજાનું કવરેજ

ચાલો આપણે દરેકની વિગતવાર ચર્ચા કરીએ:

માત્ર કોમ્પ્રિહેન્સિવ અને જવાબદારી કવર કરે છે

કોઈપણ પોતાની ઈચ્છા મુજબ કોઈપણ કવરેજ પસંદ કરી શકે છે. ભારતીય મોટર વાહન કાયદા હેઠળ લાયાબ્લિટી-ઑન્લી પૉલિસી હોવી આવશ્યક છે અને પ્રત્યેક રાઇડર પાસે પોતાની સુરક્ષા માટે વ્યક્તિગત ઇન્શ્યોરન્સનો ઓછામાં ઓછો એક બાઇક ઇન્શ્યોરન્સ હોવો જરૂરી છે. કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ, ઇન્શ્યોરન્સ થયેલાં ટુ-વ્હિલર વાહનને થતાં નુકસાન સામે ઇન્શ્યોરન્સ અને સાથી-સવાર (સામાન્ય રીતે ઍડ-ઑન કવર તરીકે) માટે વ્યક્તિગત અકસ્માત કવર પણ પ્રદાન કરે છે.

ત્વરિત પૉલિસી

પહેલાંના દિવસોમાં, ટુ-વ્હિલર વાહન પૉલિસી ખરીદનાર અથવા રિન્યુ કરનાર ગ્રાહકોને માત્ર પૉલિસી નહીં, પણ કવર નોટ મળતી હતી. મુખ્ય બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી ડૉક્યુમેન્ટ તેમને થોડા દિવસ પછી તેમના સરનામા પર મોકલવામાં આવતું હતું. નવી ટેક્નોલોજી અને ઝડપી બેન્કિંગ સુવિધાઓના વિકાસ સાથે, આજકાલ પૉલિસીધારકને ડિજિટલ સહી થયેલ પૉલિસી તરત જ જારી કરવામાં આવે છે.

₹ 15 લાખનું ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર

બાઇકના માલિકો હવે તેમની ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ ₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર પણ મેળવી શકે છે. અગાઉ તે ₹ 1 લાખ હતો, જોકે, તાજેતરની જાહેરાતમાં, આઇઆરડીએએ ₹ 15 લાખ સુધી દર વધાર્યો છે. આ સાથે બાઇક ઇન્શ્યોરન્સ કિંમત પણ વધી ગઈ છે, જ્યાં ₹15 લાખના અનિવાર્ય વ્યક્તિગત અકસ્માત કવરેજનો લાભ લેવા માટે હવે પ્રીમિયમ તરીકે ₹750 ની ચુકવણી કરવાની રહેશે. અગાઉ ₹1 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર મેળવવા માટે બાઇક ઇન્શ્યોરન્સ પ્રીમિયમ દર તરીકે ₹ 50 નું શુલ્ક લેવામાં આવતાં હતું.

વૈકલ્પિક કવર

અતિરિક્ત કવર સામાન્ય રીતે થોડી વધુ કિંમત ધરાવે છે, પરંતુ અણધારી અથવા કમનસીબ ઘટનાના કિસ્સામાં બાઇક ઇન્શ્યોરન્સ કલેઇમ કરવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે. કોઈપણ નુકસાન માટે ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફાઇલ કરવો અનિવાર્ય છે. તેમાં પિલિયન રાઇડર માટે વ્યક્તિગત અકસ્માત કવર, સ્પેર પાર્ટ્સ અને ઍક્સેસરીઝ માટે વધારેલું કવર, શૂન્ય ડેપ્રિશિયેશન કવર અને બીજા ઘણાનો સમાવેશ થાય છે.

નો કલેઇમ બોનસ (એનસીબી)નું સરળ ટ્રાન્સફર

જ્યારે કોઈ વ્યક્તિ નવું વાહન ખરીદે છે ત્યારે ઇન્શ્યોરન્સ કંપનીઓ એનસીબીની છૂટને સરળતાથી ટ્રાન્સફર કરવાની સવલત આપે છે. એનસીબી ટુ વ્હિલરને નહીં, પરંતુ ડ્રાઇવર/ માલિકને આપવામાં આવે છે. સરળ ટ્રાન્સફર વિકલ્પનો અર્થ, વ્યક્તિને સલામત ડ્રાઈવિંગ કરવા માટે અને પાછલા વર્ષ અથવા તો વર્ષોમાં ટુ-વ્હિલર પૉલિસીનો ક્લેઇમ ન કરવા બદલ આપવામાં આવતો પુરસ્કાર છે.

છૂટ

આઇઆરડીએથી મંજૂર ઇન્શ્યોરર્સ અમુક પરિબળો માટે છૂટ આપે છે, જેમ કે માન્ય ઑટોમોટિવ સંસ્થાની સદસ્યતા, માન્યતાપ્રાપ્ત એન્ટિ-થેફ્ટ ઉપકરણો ધરાવનાર વાહનો માટે છૂટ વગેરે. અમુક નિર્વિવાદ રેકોર્ડવાળા માલિકો પણ એનસીબી (કોઈ કલેઇમ બોનસ) માં છૂટ મેળવે છે.

ઑનલાઇન ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ અથવા ખરીદી

ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમની વેબસાઇટ દ્વારા અને ક્યારેક મોબાઇલ એપ દ્વારા ઑનલાઇન પૉલિસી ખરીદવા અથવા રિન્યુ કરવાની સુવિધા આપે છે. આ પૉલિસીધારક માટે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવાનું સરળ બનાવે છે. પહેલાંના તમામ પૉલિસી ક્લેઇમ અથવા અતિરિક્ત વિગતો ડેટાબેઝમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય છે, જેથી કસ્ટમર માટે બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા ઝડપી અને ખૂબ જ અનુકૂળ બને છે.

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર તરીકે પૉલિસીબજાર કઈ રીતે કાર્ય કરે છે?

પૉલિસીબજાર તમને તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવા અને યોગ્ય વિકલ્પો પ્રદાન કરવા સહાયતા માટે કેલક્યુલેટર આપે છે. જ્યારે તમે તમારા મોટર વાહન વિશે મૂળભૂત વિગતો ભરો છો, જેમ કે idv અને વધુ, પૉલિસીબઝાર 2 વ્હીલર ઇન્શ્યોરન્સ કેલ્ક્યુલેટર ટૂલ તમારા માટે બેસ્ટ ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી વિકલ્પો મેળવે છે. ત્યારબાદ, તમે ઑનલાઇન બાઇક ઇન્શ્યોરન્સ પ્લાન્સની તુલના કરી શકો છો અને તમારા માટે શ્રેષ્ઠ અનુકૂળ ઑનલાઇન બેંકિંગ, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા તરત ચુકવણી કરી શકો છો. જો તમે મોટરસાઇકલ ઇન્શ્યોરન્સ અથવા સ્કૂટર ઇન્શ્યોરન્સ ઈચ્છો છો, તો વીમાદાતાઓ દ્વારા ઑફર કરેલી ઑનલાઇન ટુ વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ જુઓ.

નીચેના આધારે, પ્રીમિયમ રકમની ગણતરી કરવામાં આવે છે:

 • વાહનની આઇડીવી
 • વાહનની ક્યુબિક ક્ષમતા
 • નોંધણીનું ઝોન
 • વાહનની ઉંમર

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરવા માટેના પગલાં

પૉલિસીબજાર તમને ઓછામાં ઓછી પ્રીમિયમની ગેરંટી સાથે માત્ર 30 સેકંડ્સમાં ઑનલાઇન ટુ વ્હિલર/બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને તરત રિન્યુ કરવાનો વિકલ્પ આપે છે.

તમારી ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરતી વખતે નીચે આપેલા સામાન્ય પગલાંઓ છે:

 • અગ્રણી ઇન્શ્યોરર્સ પાસેથી 2 વ્હિલર પ્લાન્સની તુલના કરો
 • તુલના કરીને પૈસા બચાવી અને તમારી ખિસ્સાને શ્રેષ્ઠ રીતે મેળ ખાય તે પસંદ કરી શકો છો
 • તમારી પૉલિસીને નવીકરણ કરતી વખતે અમારા કૉલ સેન્ટરમાંથી સહાય મેળવો

તમારી ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીને સમયસર રિન્યુ કરો અને બિનજરૂરી ઝંઝટ અને ખર્ચ બચાવો. તકલીફ વગર રિન્યુઅલનો આનંદ માણો અને બાઇક ઇન્શ્યોરન્સ રિન્યુઅલ પર 85% સુધીની બચત કરો.

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા શું કવર કરવામાં આવે છે?

ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી આ માટે કવરેજ આપે છે:

 • આગ, આત્મદહન અથવા વીજળી, ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આપત્તિઓના કારણે ટુ-વ્હિલર વાહનને થતી નુકસાની અથવા ખોટ
 • ઘરફોડી, ચોરી, હડતાળ, બહારના લોકો દ્વારા દુર્ભાવનાપૂર્ણ કાર્યો જેવી માનવસર્જિત આપત્તિઓના લીધે વાહનને નુકસાની અથવા ખોટ
 • થર્ડ-પાર્ટી ટુ-વ્હિલર પૉલિસી, કોઈ દુર્ઘટનાના કારણે મૃત્યુ/ ઈજા અને સંપત્તિના નુકસાનથી નિર્માણ થતી કાયદાકીય જવાબદારી સામે ફાઇનાન્શિયલ કવર પ્રદાન કરે છે

ટુ-વ્હિલર પૉલિસી સંબંધિત મહત્વપૂર્ણ શરતોની સમજણ

થર્ડ-પાર્ટી ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ કલમ

આ એક ઇન્શ્યોરન્સ છે, જે થર્ડ-પાર્ટીને થયેલા તમામ નુકસાન અથવા ખોટ સામે તમને કવર પ્રદાન કરે છે.

ભારતીય મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, જે કોઈપણ વ્યક્તિ ટુ-વ્હિલર ધરાવે છે, પછી ભલે તે મોટરસાઇકલ હોય કે પછી સ્કૂટર, તેમની પાસે માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો આવશ્યક છે, જો તે નિયમોનું પાલન ન કરે તો તેને મોટો દંડ ભરવો પડી શકે તેમ છે.

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ, રાઇડર્સને થર્ડ-પાર્ટીને થતાં નુકસાનથી નિર્માણ થયેલી તમામ કાનૂની જવાબદારીઓ સામે રક્ષણ આપે છે. અહીંયા થર્ડ પાર્ટી એટલે મિલકત અથવા તો કોઈ વ્યક્તિ પણ હોઈ શકે છે.

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ મેળવવામાં કોઈ ઝંઝટ નથી અને ખૂબ જ ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટસની જરૂર પડે છે. આ પ્રકારનો ઇન્શ્યોરન્સ પ્લાન હોવાના કારણે તે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને નહીં, પરંતુ થર્ડ પાર્ટીને કવર કરે છે.

થર્ડ-પાર્ટી ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કરવાની પ્રક્રિયા:

તમારા થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સને રિન્યુ કરવા માટે, તમારે તમારી પૉલિસીની મુદત સમાપ્તિની તારીખ અંગે સાવચેત રહેવું પડશે. તમારી પૉલિસીની મુદ્દત સમાપ્ત થાય તે પહેલાં જ તમે તમારી પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરી શકો છો. તમારે જંગી નિરીક્ષણ ખર્ચને ટાળવા માટે સમાપ્તિની વાસ્તવિક તારીખ પર નજર રાખવી જોઈએ.

તમને તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરતી વખતે કેટલાક ડૉક્યુમેન્ટસની જરૂર પડશે, જેમ કે, તમારી પૉલિસીના વર્તમાન ડૉક્યુમેન્ટ, નેટ બેન્કિંગ/ ડેબિટ કાર્ડની વિગતો અને ઇન્શ્યોરન્સ ધરાવતા ટુ-વ્હિલર અથવા સ્કૂટરનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ.

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ હેઠળની જવાબદારીઓ

જો ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને કારણે કોઈ વ્યક્તિને ઈજા, મૃત્યુ અથવા ઈજાઓ થાય, તો તે ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને ફાઇનાન્સિયલ કવર પૂરું પાડે છે. આ ઉપરાંત, તે કોઈપણ કાનૂની જવાબદારીના ખર્ચની પણ સુવિધા આપે છે.

 • ટુ વ્હિલર ઇન્શ્યોરન્સના પ્રકારો

  તે સામાન્ય રીતે બે પ્રકારના હોય છે: કોમ્પ્રિહેન્સિવ પૉલિસી અને લાયબ્લિટી-ઑન્લી પૉલિસી. ભારતીય મોટર વાહન અધિનિયમ મુજબ તે તમામ મોટર વાહન કે જે જાહેર ક્ષેત્ર પર આધાર રાખે છે તેનું ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી પૉલિસી કવર હોવું ફરજિયાત છે. આનો અર્થ એ છે કે કોઈપણ મોટર વાહન કે જે ભારતીય રસ્તાઓ પર દોડે છે જેમ કે કાર, બસ, ટ્રક, મોટરસાયકલ, સ્કૂટર, મોપેડ વગેરે માટે ઓછામાં ઓછું થર્ડ-પાર્ટી પૉલિસી કવર હોવું જરૂરી છે.

  જોકે, થર્ડ-પાર્ટી પૉલિસીનું પ્રીમિયમ સરખામણીએ ઓછું હોય છે અને આ કારણસર, મોટાભાગના લોકો કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદવાનું પસંદ કરે છે. આથી કોમ્પ્રિહેન્સિવ પૉલિસીની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે તમને અને તમારા વાહનને પણ કવર પ્રદાન કરે છે. ચાલો, નીચે આપેલી વિગતો તપાસીએ:

  કોમ્પ્રિહેન્સિવ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ

  વ્યાપક ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ, નામ મુજબ જ , વાહન અને વીમાદાર વ્યક્તિ માટે કુલ કવર પ્રદાન કરે છે. તે ચાર રીતે ઇન્શ્યોરન્સ પૂરું પાડે છે:

  • ક્ષતિને કારણે થતા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે

   માનવ નિર્મિત આપત્તિ અથવા કોઈપણ કુદરતી આપત્તિને લીધે વાહનને થયેલ કોઈપણ નુકસાનને આવરી લેવામાં આવે છે. કારણ ભલે કંઈપણ હોય, ઇન્શ્યોરર કંપની નુકસાનીની ભરપાઈ કરે છે અને તેને તેની મૂળ સ્થિતિમાં પાછી લાવે છે. મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ અતિરિક્ત કવર અથવા વૈકલ્પિક સુવિધાઓ પ્રદાન કરે છે, જેને તમે કવરેજ વધારવા માટે પસંદ કરી શકો છો.

  • વ્યક્તિગત અકસ્માત કવર

   કોઈપણ ઈજાઓ કે જેના લીધે આંશિક અથવા સંપૂર્ણ હંગામી કે કાયમી અપંગતા અથવા મૃત્યુ પણ થાય તો તેની સામે નુકસાની માટે ₹15 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરે છે. ભારતીય મોટર ઇન્શ્યોરન્સ કંપનીઓ સહ-યાત્રીને ઉમેરવા માટે વૈકલ્પિક લાભ પ્રદાન કરે છે. ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ તેમની લાયબ્લિટી-ઑન્લી પૉલિસીમાં આ કવર પણ સામેલ કરે છે.

  • થર્ડ-પાર્ટી લાયબિલિટી માટે ઇન્શ્યોરન્સ

   થર્ડ-પાર્ટી લાયાબ્લિટીના કારણે ઉદ્ભવતી કોઈપણ સમસ્યાથી તમને સુરક્ષ‌િત રાખે છે. તે નીચેનામાંથી ઉદ્ભવતી કાનૂની જવાબદારીઓને આવરી લે છે:

  • થર્ડ પાર્ટીની મૃત્યુ અથવા શારીરિક ઈજા

   થર્ડ-પાર્ટીની ઈજાઓ અથવા મૃત્યુના કારણે થયેલા કોઈપણ નુકસાન સામે રક્ષણ આપે છે. આ ઈજાઓના પરિણામ સ્વરૂપે હૉસ્પિટલાઇઝેશન, હંગામી અથવા કાયમી નુકસાન અથવા આંશિક અથવા સંપૂર્ણ અપંગતા જેમ કે શરીરનું કોઈ અંગ ગુમાવવું અથવા આંખે અંધાપો આવી શકે છે.

  • થર્ડ પાર્ટીની મિલકતને નુકસાની

   ઇન્શ્યોરન્સ કંપનીઓ, પૉલિસી ડૉક્યુમેન્ટ હેઠળ વ્યાખ્યાયિત ચોક્કસ મર્યાદા સુધીના થર્ડ-પાર્ટીની મિલકતના નુકસાનને કવર કરે છે.

  જવાબદારી માત્ર પૉલિસી

  ટુ વ્હિલર લાયબિલિટી ઓનલી પૉલિસી હોલ્ડર ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને થર્ડ-પાર્ટી/વ્યક્તિ/વાહન/પ્રોપર્ટી દ્વારા થયેલી ઇજાને કારણે ઉદ્ભવતી કાનૂની જવાબદારીઓને કવર કરે છે. જેમ કે નામ સૂચવે છે તેમ આ પ્રકારના પ્લાન, ઇન્શ્યોરન્સ ધરાવતા વાહન દ્વારા થયેલા નુકસાનને કવર કરતા નથી. ભારતમાં મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપની મોટરસાઇકલ, મોપેડ અથવા સ્કૂટરના માલિક માટે વ્યક્તિગત અકસ્માત કવર પણ પ્રદાન કરે છે. નવા નિયમો મુજબ, બધી જ ઇન્શ્યોરન્સ કંપનીઓ સપ્ટેમ્બર 01, 2018 પછી ખરીદેલા તમામ વાહનોને એકથી વધારે વર્ષ (2 થી 3 વર્ષ) ની થર્ડ-પાર્ટી પૉલિસી કવર આપશે.

 • ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે જરૂરી છે?

  મોટર વાહન કાયદો આદેશ આપે છે કે દેશના તમામ જાહેર માર્ગો પર ચાલતા કોઈપણ મોટર વાહનની ઓછામાં ઓછી એક થર્ડ-પાર્ટી પૉલિસી હોવી જોઈએ. જોકે, કોઈ કોમ્પ્રિહેન્સિવ પૉલિસી ખરીદવી જરૂરી નથી, તેમ છતાં દુર્ઘટના અથવા કોઈ માનવસર્જિત કે કુદરતી આફતોથી ઉદ્ભવતા ખર્ચને ધ્યાનમાં રાખીને, કોમ્પ્રિહેન્સિવ કવર મેળવવું આવશ્યક છે.

  ભારતમાં મોટર સુરક્ષા કાયદાઓ લાખો વાહનોના માલિકોને થર્ડ પાર્ટીના નુકસાન, આકસ્મિક નુકસાન અથવા મોટરસાયકલ, સ્કૂટર અથવા મોપેડની ચોરીને કારણે ઉદ્ભવતા ખર્ચ સામે સુરક્ષા પ્રદાન કરે છે. સારા રસ્તાઓનો અભાવ, સવાર અને સાંજનો ધસારો અને અનિયંત્રિત ટ્રાફિક સમસ્યાઓ આજે જીવનનો એક ભાગ છે. આ ઉપરાંત વરસાદ અથવા ગરમીના તરંગો જેવી ઘટનાઓથી રસ્તા લપસણા, કાદવ-કિચડવાળા અથવા ડામર પિગળીને ચોંટી જાય તેવી સમસ્યાઓ નિર્માણ થઈ શકે છે, જે વાહનને નુકસાન પહોંચાડે છે અને સવારને પણ ઈજા પહોંચાડી શકે છે.

  આ પૉલિસી અનેક રીતે મદદ કરે છે:

  તે સ્કૂટર, મોટરબાઇક અથવા મોપેડને થતાં નુકસાન સામે રક્ષણ આપે છે. જોકે હવે વાહનોને પણ સુધારવામાં આવ્યા છે અને હવે તે વધુ ઝડપ, શક્તિ અને નવી શૈલી સાથે આવે છે. મોટરસાઇકલની વધી રહેલી માંગથી પણ હવે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ ખરીદવાનું વધારે આવશ્યક બની ગયું છે. આ ઍડવાન્સિસનો અર્થ એ પણ છે કે ઑટોમોબાઇલ્સની કિંમત તેમના સ્પેઅર પાર્ટ્સની કિંમત સાથે વધી ગઈ છે. એટલું જ નહીં, સામાન્ય નટ્સ અને બોલ્ટ કે પાર્ટ્સ, ગિયર્સ અથવા બ્રેક પેડ જેવા ભાગો પણ હવે પહેલા કરતાં મોંઘા થઈ ગયા છે. હવે નાની અમથી નુકસાની પણ તમને હજારો રૂપિયાનો ખર્ચો કરાવી શકે છે. આને પર્યાપ્ત પૉલિસી લઈને ટાળી શકાય છે. આ પ્લાન ઇન્શ્યોરન્સ લેનારને તેમના ખિસ્સા પર કોઈપણ અતિરિક્ત બોજ આપ્યા વગર વાહનને રિપેર કરાવવામાં મદદ કરશે. તો ચાલો જોઈએ, તે શું કવર કરે છે:

  • માનવ નિર્મિત આપત્તિને કારણે નુકસાન/ખોટ

   ઇન્શ્યોરન્સ કંપનીઓ વિવિધ માનવ નિર્મિત આપત્તિઓ, જેમ કે ઘરફોડી, ચોરી, રમખાણ અને બાહ્ય માધ્યમો દ્વારા હડતાળ, દુર્ભાવનાપૂર્ણ કાર્ય, આતંકવાદી પ્રવૃત્તિ દ્વારા અને રસ્તા, રેલ, અંતર્દેશીય જળમાર્ગ, લિફ્ટ, એલિવેટર અથવા વાયુ દ્વારા અવરજવર કરતી વખતે કોઈપણ નુકસાની સામે કવર આપે છે.

  • કુદરતી આપત્તિને કારણે નુકસાન/ખોટ

   નીચેના કારણોસર ઇન્શ્યોરન્સ ધરાવનાર વાહનને થયેલા કોઈપણ નુકસાનને આવરી લેવામાં આવશે. માં આગ, વિસ્ફોટ, વીજળી, ધરતીકંપ, પૂર, ઝંઝાવાત, ચક્રવાત, વંટોળિયો, તોફાન, વાવાઝોડું, રેલમછેલ થવું, કરાનો વરસાદ, ભૂસ્ખલન તેમજ ખડકો તૂટવાનો સમાવેશ થાય છે.

  • અકસ્માત કવર

   ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ અકસ્માતથી પાછળની સીટ પર બેઠેલા સવાર અને સહ-મુસાફર (જો તે પણ સાથે હોય તો)ને થતી કોઈપણ ઈજાઓ સામે રક્ષણ આપે છે. આમાંના મોટાભાગના અકસ્માતોમાં અમુક પ્રકારના તબીબી ખર્ચાઓ અથવા અન્યનો સમાવેશ થાય છે. આવા ખર્ચાઓની પ્રતિકૂળ અસરોને વ્યક્તિગત અકસ્માત કવર સાથે ઘટાડી શકાય છે. ચુકવણીની રકમ નુકસાનના પ્રકાર પર આધારિત છે. કોઈ દુર્ઘટનાને લીધે પાછળ સીટ પર બેઠેલા સવારની મૃત્યુની કમનસીબ ઘટનામાં, કવરની સંપૂર્ણ રકમ વારસદાર અથવા કુટુંબના સભ્યોને આપવામાં આવે છે. સાધારણ ઈજાઓના કિસ્સામાં તે રકમ ઓછી હોઈ શકે છે, જેમાં વ્યક્તિ સરળતાથી હૉસ્પિટલમાં દાખલ થઈને અથવા દાખલ થયા વગર પણ ઠીક થઈ શકે છે (જેમ કે ડૉક્યુમેન્ટના શબ્દોમાં અથવા ડૉક્યુમેન્ટમાં લખેલાં શબ્દોમાં ઉલ્લેખિત છે). જ્યારે કોઈ વ્યક્તિ વાહન પર સવારી કરી રહી હોય અથવા મોટર વાહન પરથી ઉતરી રહી હોય ત્યારે અકસ્માતો થઈ શકે છે. વધુ વિગતો માટે પૉલિસીની શબ્દરચના તપાસો.

  • થર્ડ પાર્ટીને શારીરિક ઈજાઓ સામે રક્ષણ આપે છે

   પૉલિસી થર્ડ પાર્ટીને થતી ઈજાઓ અથવા ઇન્શ્યોરન્સ થયેલા મોટરસાઇકલ અથવા સ્કૂટરથી થતાં અકસ્માત અથવા નુકસાનીને સામે રક્ષણ આપે છે. શારિરીક ઈજાઓ માટેનું વળતર પૉલિસીમાં લખેલી શરતો અથવા અદાલત દ્વારા નક્કી કરાયેલ મુજબ આપવામાં આવે છે.

  • થર્ડ-પાર્ટીની પ્રોપર્ટીને નુકસાન

   ઘણીવાર અકસ્માતને કારણે આસપાસની મિલકતોને નુકસાન થાય છે. આના લીધે કાનૂની જવાબદારીઓ વધી જાય છે, કારણ કે ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ દ્વારા નુકસાનીની ભરપાઈ કરવી પડે છે. આવા કિસ્સાઓમાં ઇન્શ્યોરન્સ બચાવ માટે આવે છે, કારણ કે પૉલિસી સુનિશ્ચિત કરે છે કે ઇન્શ્યોરન્સ લેનારને થર્ડ પાર્ટી દ્વારા થતી હાનિને લીધે નુકસાન ન થવું જોઈએ.

   આ પ્લાન સ્પષ્ટ નિયમો અને મર્યાદાઓ પૂરી પાડે છે, કે કેટલે સુધી ઇન્શ્યોરન્સ કંપની અસરગ્રસ્ત વ્યક્તિને તેની ભરપાઈ કરશે. આ તમામ નુકસાનને કાયદાકીય કાર્યવાહી દ્વારા પતાવટ કરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે દેશના કાયદા અનુસાર તમામ પગલાં સખ્તાઇથી લેવામાં આવ્યા છે અને તમામ કારણો અને વળતરને કાયદા હેઠળ નિર્ધારિત રીતે ધ્યાનમાં લેવામાં આવ્યા છે. કડક નિયમો અને શરતો સુનિશ્ચિત કરે છે કે ઇન્શ્યોરન્સ લેનારને તેમના નિયંત્રણની બહારની ઘટનાઓને લીધે કોઈ નુકસાન ન થાય અને થર્ડ પાર્ટીને તેના દ્વારા થયેલા નુકસાનને લીધે જરૂરી વળતર મળે.

  • મનની શાંતિ

   ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનને થયેલ કોઈપણ નુકસાનને રિપેર કરવામાં અનિચ્છનીય નાણાકીય ખર્ચ થશે. આ પૉલિસી વાહનના માલિક માટે ગજબનું કામ કરે છે. આ પૉલિસી તેમને મનની શાંતિ આપે છે, કારણ કે આવા ખર્ચાઓ માટે તેમને ચુકવણી કરવાની ચિંતા રહેતી નથી. ઇન્શ્યોરન્સ કંપની તેમના અનિચ્છનીય ખર્ચાઓની કાળજી લેશે અને કોઈપણ ચિંતા વગર તેઓ આરામથી સવારી કરી શકે છે.

 • ટુ વ્હિલર ઇન્શ્યોરન્સના સમાવેશ અને બાકાત

  અહીં શું સમાવિષ્ટ છે અને શું નથી, તેની વિગતવાર સૂચિ આપવામાં આવી છે - પછી ભલે તે કુદરતી હોય કે માનવસર્જિત. સામાન્ય રીતે પૉલિસી ડૉક્યુમેન્ટસના જોડાણમાં તેની સંપૂર્ણ વિગતો હોય છે.

  ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં સમાવિષ્ટ

  • કુદરતી આપત્તિ

   કુદરતી ઘટનાઓમાં આગ, આત્મદહન, ધરતીકંપ, પૂર, રેલમછેલ થવું, વીજળી, ઝંઝાવાત, તોફાનો, ચક્રવાત, કરાનો વરસાદ, વંટોળિયો, વાવાઝોડું, હિમ અને ખડકો તૂટવાનો સમાવેશ થાય છે.

  • માનવ-નિર્મિત આપત્તિ

   આ પ્લાન બાહ્ય માધ્યમો દ્વારા અકસ્માત, ઘરફોડી, ચોરી, રમખાણ અથવા હડતાલ, વાહનને રસ્તા, રેલ માર્ગ, જળ માર્ગ, લિફ્ટ (એલિવેટર) અથવા હવા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતી વખતે થનાર દુર્ઘટના સામે કવર પ્રદાન કરે છે.

  • વ્યક્તિગત અકસ્માત કવરેજ

   ડ્રાઇવર/માલિકને થનારી ઈજા માટે ₹15 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર ઉપલબ્ધ છે, કે જેનાથી હંગામી કે સ્થાયી અપંગતા અથવા શરીરનું કોઈ અંગ ગુમાવવાથી આંશિક અથવા સંપૂર્ણ વિકલાંગતા આવી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ વાહનથી સવારી કરી રહી હોય, તેના પર ચઢી અથવા ઉતરી રહી હોય ત્યારે આ કવર લાગુ પડે છે. ઇન્શ્યોરન્સ કંપનીઓ સહ-મુસાફરો માટે વૈકલ્પિક વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ પ્રદાન કરે છે..

  • કાનૂની થર્ડ-પાર્ટી લાયબ્લિટી

   આ પૈસાના કોઈપણ કાનૂની નુકસાનને કવર કરે છે, કે જે આસપાસની કોઈ વ્યક્તિને ઈજા થવાના કારણે થઈ શકે છે, કે જેના લીધે કોઈ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી રીતે , તે થર્ડ પાર્ટીને થતાં કોઈપણ નુકસાન સામે પણ રક્ષણ આપે છે./p>

  ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં આ સમાવિષ્ટ નથી

  • વાહનનો સામાન્ય ઘસારો અને વપરાશથી થતું નુકસાન.

  • મેકેનિકલ/ઇલેક્ટ્રિકલ ભંગાણને કારણે નુકસાની.

  • ઘસારો અથવા નિયમિત ઉપયોગના લીધે થતું કોઈપણ નુકસાન.

  • સામાન્ય રીતે ચાલતા ટાયર અને ટ્યુબને થતું કોઈપણ નુકસાન.

  • જ્યારે વાહનનો ઉપયોગ કવરેજ વિસ્તારની બહાર થઈ રહ્યો હોય ત્યારે થનારું કોઈપણ નુકસાન.

  • એક માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા વાહન ચલાવવામાં આવે ત્યારે વાહનને થતું નુકસાન અથવા ખોટ.

  • દારૂ અથવા દવાઓના પ્રભાવ હેઠળ ડ્રાઇવર ગાડી ચલાવતો હોય ત્યારે તેના લીધે થતું નુકસાન.

  • યુદ્ધ અથવા બળવો અથવા પરમાણુ જોખમને કારણે થતું કોઈપણ નુકસાન

 • ટુ વ્હિલર ઇન્શ્યોરન્સની તુલના

  ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ વ્યક્તિ અથવા તેમની સંપત્તિ અથવા જામીનગીરીને કારણે જીવન બચત કરી શકે છે. વ્યક્તિ અથવા તેમની સંપત્તિ અથવા જામીનગીરીને કારણે એકાઉન્ટેબિલિટી સામે સુરક્ષા આપવા ઉપરાંત, તે ટુ-વ્હીલરને થયેલ નુકસાન સામે અકસ્માત કવર અને સુરક્ષા પણ પૂરી પાડે છે. તમે સરળતાથી બાઇક/ટુ-વ્હીલર પૉલિસી ઑનલાઇન ખરીદી શકો છો અથવા એજન્ટની કાર્યાલયોમાંથી અથવા સીધા કંપનીઓ પાસેથી ખરીદી શકો છો.

  પૉલિસીબઝાર જેવી વેબસાઇટ્સ ઑનલાઇન ટુ-વ્હીલર ક્વોટ્સની તુલના કરવા માટે સારી જગ્યા છે. તમે ઑનલાઇન ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો જે પ્રીમિયમ શોધવા માટે તમારે મોટર ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા પ્રદાન કરેલ વિવિધ પ્લાન્સ માટે ચુકવણી કરવાની જરૂર છે. પ્રીમિયમ સિવાય તપાસવા માટે થોડી વસ્તુઓ ખૂબ જ સારી છે:

  • 2 વ્હિલર ઇન્શ્યોરન્સ કવરેજના પ્રકાર

   અહીં ઘણી બધી ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ કંપનીઓ છે, કે જે થર્ડ-પાર્ટી અને કોમ્પ્રિહેન્સિવ પૉલિસી એ બંને ઑફર કરે છે. જે લોકો જોખમો સામે સંપૂર્ણ કવરેજ લેવા માંગતા હોય એ લોકો માટે કોમ્પ્રિહેન્સિવ પ્લાન એકદમ ઉચિત છે.

  • ઍડ-ઑન અથવા વૈકલ્પિક કવર

   અતિરિક્ત પ્રીમિયમ ચૂકવીને, ઍડ-ઑન કવર ખરીદી શકાય છે. ઍડ-ઑન કવરમાં ઝીરો ડેપ્રિશિયેશન કવર, વ્યક્તિગત અકસ્માત કવર, રસ્તા પર તાત્કાલિક સહાય, સહ-યાત્રી કવર, મેડિકલ કવર અને ઍક્સેસરીઝ કવરનો સમાવેશ થાય છે. ઇન્શ્યોરન્સ ધરાવનારે માત્ર સર્વિસ ચાર્જ માટે પ્રીમિયમ અને કૅશલેસ ક્લેઇમના સેટલમેન્ટના સંદર્ભે ટેક્સ ચૂકવવાની જરૂર છે. પૉલિસી પ્રદાતા, જે કૅશલેસ નેટવર્ક ગેરેજમાં કંપની છે, બાકીના ખર્ચને પહોંચી જાય છે.

  • સુવિધાઓ અને વિશેષતાઓ ઉપલબ્ધ છે

   માર્કેટમાં પ્રવર્તમાન ગળાકાપ સ્પર્ધાને ધ્યાનમાં લઈને, ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ ગ્રાહકોને દાવાની પ્રક્રિયામાં મદદ કરવા માટે વિવિધ સુવિધા અને લાભો પ્રદાન કરે છે. દાખલા તરીકે, કૉલ સેન્ટર, કે જે ચોવીસ કલાક કાર્યરત હોય છે, નિષ્ણાતો, કે જે તમને યોગ્ય પૉલિસી પસંદ કરવામાં, એનસીબી (નો ક્લેઇમ બોનસ)ની પૉલિસી રિન્યુઅલ ટ્રાન્સફર કરવામાં માર્ગદર્શન અને સહાય કરી શકે છે.

   મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ માન્યતાપ્રાપ્ત વાહન સંસ્થાના સભ્યો માટે અથવા થેફ્ટ-પ્રૂફ ડિવાઇસના સમાવેશ માટે છૂટ પ્રદાન કરે છે. અમુક મોટર કંપનીઓ તેમના ગ્રાહકોને કૅશલૅશ રિપેરના કિસ્સામાં રિપેર વર્કશોપમાં વારંવાર ફૉલોઅપ કરવું ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખે છે.

  • ક્લેઇમની પ્રક્રિયા

   હાલમાં, મોટાભાગના પૉલિસી પ્રદાતાઓ ગ્રાહક-મિત્ર ક્લેઇમ-સેટલમેન્ટનો અભિગમ ધરાવે છે. તેઓ મોટરસાયકલને નજીકના અધિકૃત સર્વિસ સેન્ટર પર લઈ જવા માટે ઇન્શ્યોરન્સ લેનારને સહાય આપે છે. ટુ-વ્હિલર ક્લેઇમની પ્રક્રિયામાં કેટલાક વ્યાપક પગલાંઓ સામેલ છે, જેમ કે ક્લેઇમની નોંધણી માટે ઇન્શ્યોરરને બોલાવવા, ઈજાઓ/સંપત્તિને નુકસાન/ અથવા અકસ્માતની સ્થિતિમાં પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવવી, મોટરસાયકલને ગેરેજમાં લઈ જવી અને ક્લેઇમ ફોર્મની સાથે જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કરવા.

   સ્વાભાવિક છે કે જ્યારે ઇન્શ્યોરરે તમામ ખર્ચ ઉઠાવ્યો છે, ત્યારે માલિકે ફક્ત તે ખર્ચ સહન કરવો પડશે કે જે ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ અને સેવા શુલ્ક હેઠળ આવરી લેવામાં આવ્યો ન હોય અને ટેક્સ અતિરિક્ત હોય. ક્લેઇમની પ્રક્રિયા કંટાળાજનક હોઈ શકે છે. ઑનલાઇન જરૂરી માહિતી મેળવવા માટે તમે હંમેશા પૉલિસીબજારનો સંદર્ભ લઈ શકો છો. ગ્રાહકો ટુ-વ્હિલર ક્લેઇમ માટે સીધું ક્લેઇમ ફોર્મ ભરીને ડ્રાઇવિંગ લાઇસન્સની કૉપી, મૂળ બિલ (જો જરૂરી હોય તો) જેવા આવશ્યક ડૉક્યુમેન્ટ સાથે જોડીને નજીકની શાખાની મુલાકાત લઈને ઇન્શ્યોરરને સબમિટ કરી શકે છે અને ટુ-વ્હિલરને નેટવર્ક ગેરેજમાં રિપેર પણ કરાવી શકે છે.

  • રિન્યુ કરવાની પ્રક્રિયા

   મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ માટે ઑનલાઇન સુવિધા પ્રદાન કરે છે. ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સની ઑનલાઇન ખરીદી કરવી એ દરેક વ્યક્તિ માટે સરળ વિકલ્પ છે. આ ઉપરાંત, કંપનીઓ જે ઇલેક્ટ્રોનિક રૂપે હસ્તાક્ષર કરેલા પ્લાન ઑફર કરે છે તે વધારે સારા છે, કારણ કે તમે તેને સહેલાઈથી રિન્યુ (જ્યારે આવશ્યક હોય ત્યારે) કરી શકો છો અને સાઇટ પરથી તેને પ્રિન્ટ પણ કરી શકો છો અને ટુ-વ્હિલરની સવારી કરતી વખતે આરસી અને અન્ય જરૂરી ડૉક્યુમેન્ટસને પોતાની સાથે રાખી શકો છો.

  • છૂટ ઉપલબ્ધ છે

   તુલના કરતી વખતે, એવી કંપનીઓની પસંદગી કરવામાં સમજદારી છે કે જે નો ક્લેઇમ બોનસ (એનસીબી), માન્યતાપ્રાપ્ત ઑટોમોટિવ સંસ્થાના સદસ્યોને છૂટ, એન્ટિ-થેફ્ટ ડિવાઇસનું ઇન્સ્ટૉલેશન અને અન્ય ઘણી છૂટ ઑફર કરે છે. આ ઉપરાંત, કેટલીક કંપનીઓ ઑનલાઇન રિન્યુઅલ માટે, અમુક એપ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ખરીદી પર અતિરિક્ત છૂટ અને દરેક કલેઇમ-મુક્ત વર્ષ માટે એનસીબી પણ ઑફર કરી શકે છે. મોટા ભાગની કંપનીઓ વધારાના કવર પર નોંધપાત્ર છૂટ પણ આપે છે. ખરીદી કરતા પહેલાં, વિગતો માટે વેબસાઇટ તપાસી લેવી મહત્વપૂર્ણ છે.

ટુ વ્હિલર પૉલિસીને ઑનલાઇન અને ઑફલાઇન રિન્યુ કરવાની રીતો

ટુ-વ્હિલર પૉલિસીને રિન્યુ કરવા માટે બે રીતો છે:

 • ઑનલાઇન રિન્યુઅલ

  કંપનીની વેબસાઇટની મુલાકાત લો અને ટુ-વ્હિલર પૉલિસી ઑનલાઇન રિન્યુ માટે આપેલા પગલાંને અનુસરો. તમામ ડેટા સાચો હોય અને તમામ સંપર્ક તેમજ અન્ય વ્યક્તિગત વિગતો અપડેટ કરેલી હોય તેની ખાતરી કરો. રિન્યુ કરતી વખતે જૂની પૉલિસી તમારી સાથે રાખો જેથી તમે કોઈપણ વિગતો જેમ કે જૂનો પૉલિસી નંબર માટે તેનો સંદર્ભ લઈ શકો. ઉપરાંત, તમારા ડેબિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગની વિગતો હાથવગી રાખો જેથી જરૂર પડે ત્યારે તમે તેની માહિતી પ્રસ્તુત કરી શકો.

  ઇન્શ્યોરન્સ કંપનીઓ સામાન્ય રીતે PDF ફોર્મેટમાં ડિજિટલ પૉલિસી તૈયાર કરે છે, જેને પ્રીમિયમ ચુકવણીના કન્ફર્મેશન પર કોઈપણ વ્યક્તિની સહીની જરૂર નથી. આ PDF ફાઇલને સુરક્ષિત રીતે સાચવી રાખો, કારણ કે પછી તમને તેની જરૂર પડી શકે છે. એક પ્રિન્ટ આઉટ લો અને જ્યારે તમે સવારી કરો ત્યારે તેને ટુ-વ્હિલર ડૉક્યૂમેન્ટની સાથે રાખો.

 • ઑફલાઇન પૉલિસી રિન્યુઅલ

  ઇન્શ્યોરન્સ કંપનીની નજીકની ઑફિસની મુલાકાત લઈને ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સને રિન્યુ કરી શકાય છે. આ પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ છે, તેમ છતાં તમારે શાખામાં જવા માટે સમય તો કાઢવો જ પડશે. તમારે તમારી પૉલિસી અને વાહનની વિગતો જાણવાની જરૂર છે અને તે જ વિગતો એપ્લિકેશન ફોર્મમાં ભરવાની જરૂર છે. જો તમે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પ્રીમિયમ ચૂકવવાના હોય, તો શાખા સામાન્ય રીતે તાત્કાલિક નવી પૉલિસી સુપરત કરે છે.

  જ્યારે ચેકને ક્લિયર થવામાં સમય લાગે છે અને આથી તમારી પૉલિસીને સામાન્ય રીતે સત્તાવાર ઇમેઇલ ઍડ્રેસ પર ઇમેઇલ કરવામાં આવે છે. જો તમે નવા વૈકલ્પિક રાઇડર અથવા ઍડ-ઑન કવર ખરીદવા માંગતા હોય તો નજીકની શાખા ઑફિસની મુલાકાત લેવાની જરૂર પડી શકે છે. આ બાબત દરેક ઇન્શ્યોરન્સ કંપની માટે અલગ-અલગ હોય છે અને જો તમે અતિરિક્ત કવરની પસંદગી કરતા પહેલાં વિશે વિગતવાર સ્પષ્ટતા મેળવશો તો સારું રહેશે.

સમાપ્ત થયેલ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરવું?

તમે ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીને મુદત સમાપ્ત થયા બાદ પોતાની સાથે રાખી શકો નહીં, કેમ ખરું ને?? એટલે, દંડ સિવાયની ત્યાર પછીની બાબતોનો વિચાર કરવાનું પણ ભૂલશો નહીં. નિષ્ક્રિય પૉલિસીનો અર્થ એ છે કે તમારી પાસે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા હાનિ, કાનૂની જવાબદારીઓ અને સૂચિમાંની ઘણી બાબતો માટે પ્રદાન કરેલું કવર નથી. રિન્યુઅલનો મુખ્ય નિયમ છે – પૉલિસી, તેની મુદત સમાપ્તિની તારીખ પહેલાં જ રિન્યુ કરવી જોઈએ. તમે ઇન્શ્યોરન્સ કંપનીની અધિકૃત વેબસાઇટ પરથી ટુ-વ્હિલર પૉલિસીને રિન્યુ કરી શકો છો. છેલ્લી ઘડીએ અથવા તો પૉલિસીની મુદત સમાપ્તિની તારીખ પહેલાં રિન્યુ કરવાનું એક કારણ એ પણ છે કે તમે નિરીક્ષણ શુલ્કની ચુકવણીને ટાળી શકો છો. સમાપ્તિ પછી ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યુ કેવી રીતે કરી શકાય છે તેની પ્રક્રિયા અહીં આપી છે.

 • તમે ઇન્શ્યોરન્સ કંપનીને બદલી પણ શકો છો: જો તમે તમારા વર્તમાન ઇન્શ્યોરન્સ કંપનીથી સંતુષ્ટ ન હો અને જેના લીધે રિન્યુઅલમાં વિલંબ થઈ શકતો હોય (આપણે ફક્ત ધારણા કરીએ છીએ), તો હવે તમે તેને બદલી કરી શકો છો. રિન્યુઅલ એ તમારા પૉલિસી કવરેજની સાથે સાથે ઇન્શ્યોરન્સ કંપનીની સમીક્ષા કરવાનો શ્રેષ્ઠ સમય છે. આસપાસની દુકાનમાં જાઓ, તુલના કરો અને યોગ્ય લાગે તેની ખરીદી કરો.
 • ઑનલાઇન જાઓ: ઑનલાઇન પૉલિસી ખરીદવી એ સરળ, ઝડપી અને સલામત છે. ઇન્શ્યોરન્સ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જાઓ, તમારા ટુ-વ્હિલરની વિગતો આપો, જેમ કે બનાવટ અને મોડેલ, સીસીની ક્ષમતા, ઉત્પાદન વર્ષ વગેરે. ઉપલબ્ધ વિકલ્પોમાંથી ઇન્શ્યોરન્સના પ્રકારને પસંદ કરો. પૉલિસીના કવરેજને વધારવા માટે આઇડીવી અને ઍડ-ઑન વિશે જાણો.
 • પૉલિસી ખરીદો અને ઇન્શ્યોર્ડ રહો: જો ઇન્શ્યોરન્સ કંપનીએ જણાવેલું પ્રીમિયમ તમારા બજેટ માટે યોગ્ય હોય, તો ઑનલાઇન ચુકવણી કરો. દરેક ઇન્શ્યોરન્સ કંપની ઑનલાઇન ચુકવણી ગેટવે મારફત ચુકવણીનો સલામત વિકલ્પ પ્રદાન કરે છે, જ્યાં તમારી ગોપનીય વિગતો સુરક્ષિત રાખવામાં આવે છે. ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને પ્રીમિયમ ચૂકવો. ઇન્શ્યોરન્સ કંપની તમારા રજિસ્ટર મેઇલ આઇડી પર પૉલિસી ડૉક્યુમેન્ટની સોફ્ટ કૉપી મોકલશે.

આ રીતે તમે બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને સરળતાથી રિન્યુ કરી શકો છો. જો કે, બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિ પહેલાં તેને ઑનલાઇન રિન્યુ કરવાની ભલામણ કરવામાં આવે છે. ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમને નુકસાન અથવા ખોટના કિસ્સામાં મોટી રકમ ખર્ચ કરવાથી બચાવે છે. આ સંબંધિત દરેક મહત્વપૂર્ણ બાબતને નજર રાખવી એ તમારી જવાબદારી છે. જો તમે ઇન્શ્યોરન્સ એગ્રીગેટર પાસેથી પ્લાન લેવા માંગતા હોય, તો તમે Policybazaar.com પરથી ખરીદી કરવાનું વિચારી શકો છો અને કેટલાક અતિરિક્ત લાભો પણ મેળવી શકો છો:

 • નિરીક્ષણ અને ડૉક્યુમેન્ટેશન વગર તમારા ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સને રિન્યુ કરાવો.
 • કોઈ વધારાના શુલ્કો ચૂકવવાના નહીં
 • ત્વરિત પૉલિસી જારી
 • જ્યાં પૉલિસીની સમાપ્તિમાં 90 દિવસથી વધુ સમય થયો હોય તેવા કિસ્સાઓમાં પાછલી પૉલિસીની વિગતો પ્રદાન કરવામાં આવશે નહીં.
 • સમાપ્ત થયેલ ટુ વ્હિલર / બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીનું ઑનલાઇન નવીકરણ ઝડપી અને સરળ છે.

ટુ વ્હિલર્સ માટે બાઇક ઇન્શ્યોરન્સની કિંમત

આઇઆરડીએ દ્વારા સ્થાપિત થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સની કિંમતમાં હાલમાં કરવામાં આવેલા વધારા મુજબ, તમને થર્ડ પાર્ટીના કવર માટે ટુ-વ્હિલર બાઇક ઇન્શ્યોરન્સની કિંમતમાં અમુક વધારે રકમની ચુકવણી કરવી પડી શકે તેમ છે. જ્યારે કોમ્પ્રિહેન્સિવ પૉલિસીનું પ્રીમિયમ અથવા પૉલિસીનો દર અમુક બાહ્ય પરિબળો જેમ કે એન્જિનની ક્ષમતા, ઉપયોગ કર્યાનો સમયગાળો, સ્થળ, લિંગ વગેરેના આધારે નક્કી આવે ત્યારે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સની કિંમત આઇઆરડીએ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. આ ઉપરાંત, તેમાં દર વર્ષે વધારો થઈ શકે છે. આઇઆરડીએ એ ફાઇનાન્શિયલ વર્ષ 2019-20માં 4 થી 21% કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. 21%નો સર્વાધિક વધારો 150સીસી અને 350સીસી વચ્ચેની એન્જિન ક્ષમતા ધરાવતા ટુ-વ્હિલર વાહનોમાં જોવા મળશે. ચાલો આ સંદર્ભમાં નીચે આપેલા કિંમતના ટેબલ પર નજર ફેરવીએ:

ટૂ વ્હિલર થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ રેટ્સ: થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સનો કેટલો ખર્ચ છે?

ટુ-વ્હિલર થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ખર્ચ મોટર વાહનની એન્જિન ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે. તેના આધારે, થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કિંમત/ રેટની વ્યાપક સૂચિ નીચે આપેલ છે:

વાહનનો પ્રકાર

થર્ડ-પાર્ટી ઇન્શ્યોરર પ્રીમિયમ રેટ

2018-19

2019-20

વધારાની ટકાવારી (%)

75 cc કરતાં વધારેના વાહનો નહીં

₹ 427

₹ 482

12.88%

75 cc થી 150 cc સુધીથી વધારે

₹ 720

₹ 752

4.44%

150 cc થી 350 cc સુધીથી વધારે

₹ 985

₹ 1193

21.11%

350cc થી વધારે

₹ 2323

₹ 2323

કોઈ બદલાવ નહીં

સ્ત્રોત: પૉલિસીબજાર - અપડેટ કર્યાની તારીખ: 28 ફેબ્રુઆરી 2020
ઇન્શ્યોરર થર્ડ પાર્ટી કવર ઍડ-ઑન કવર ખાસ વિશેષતાઓ મર્યાદાઓ
Bajaj Allianz Two Wheeler Insuranceબજાજ આલિઆન્ઝ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટી મિલકતના નુકસાન માટે 1 l સુધી ટુ વ્હિલર માટે કોઈ ઍડ-ઑન ઉપલબ્ધ નથી
 • સમાપ્ત થયેલી પૉલિસી/ માલિકી બદલવાના કિસ્સામાં નિરીક્ષણ અને ડૉક્યુમેન્ટેશન વિના રિન્યુ કરાવી શકાય છે
 • ત્વરિત પૉલિસી જારી કરવી
 • ઝડપી કલેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા
 • 15 વર્ષ સુધીનાં જુના વાહનો માટે ઉપલબ્ધ
Bharti AXA Two Wheeler Insuranceભારતી અક્સા ટુ વ્હિલર ઇન્શ્યોરન્સથર્ડ પાર્ટી મિલકતના નુકસાન માટે 1 l સુધીટુ વ્હિલર માટે કોઈ ઍડ-ઑન ઉપલબ્ધ નથી
 • સમાપ્ત થયેલી પૉલિસી નિરીક્ષણ અને ડૉક્યુમેન્ટેશન વિના રિન્યુ કરાવી શકાય છે
 • ત્વરિત પૉલિસી જારી કરવી
 • ઝડપી કલેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા
 • 10 વર્ષ સુધીનાં જુના વાહનો માટે ઉપલબ્ધ
HDFC Ergo Two Wheeler Insuranceએચડીએફસી અર્ગો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સથર્ડ પાર્ટી મિલકતના નુકસાન માટે 1 l સુધીઝિરો ડેપ્રિશિયેશન (ઝેડડી)
 • સમાપ્ત થયેલી પૉલિસી નિરીક્ષણ અને ડૉક્યુમેન્ટેશન વિના રિન્યુ કરાવી શકાય છે
 • ત્વરિત પૉલિસી જારી કરવી
 • ઝડપી કલેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા
 • સમાપ્ત થયેલી પૉલિસીઓને- નિરીક્ષણ અને ડૉક્યુમેન્ટેશન વગર રિન્યુ કરો
 • 24 મહિના સુધીનાં જુના વાહનો માટે ઝેડડી પ્લાન ઉપલબ્ધ છે
 • 15 વર્ષ સુધીનાં જુના વાહનો માટે ઉપલબ્ધ
IFFCO Tokio Two Wheeler Insuranceઇફકો ટોકિયો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સથર્ડ પાર્ટી મિલકતના નુકસાન માટે 1 l સુધીટુ વ્હિલર માટે કોઈ ઍડ-ઑન ઉપલબ્ધ નથી
 • ત્વરિત પૉલિસી જારી કરવી
 • અમારી સમર્પિત કસ્ટમર સપોર્ટ ટીમ દ્વારા કોમ્પ્રિહેન્સિવ સહયોગ
 • 10 વર્ષ સુધીનાં જુના વાહનો માટે ઉપલબ્ધ
New India Assurance Two Wheeler Insuranceન્યુ ઇન્ડિયા અશ્યોરન્સ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સથર્ડ પાર્ટી મિલકતના નુકસાન માટે 1 l સુધીઝિરો ડેપ્રિશિયેશન (ઝેડડી)
 • ત્વરિત પૉલિસી જારી કરવી
 • તમારા ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે ઝડપી અને ઝંઝટ-મુક્ત સેટલમેન્ટ
 • 58 મહિના સુધીનાં જુના વાહનો માટે ઝેડડી પ્લાન ઉપલબ્ધ છે
 • 10 વર્ષ સુધીનાં જુના વાહનો માટે ઉપલબ્ધ
Reliance Two Wheeler Insuranceરિલાયન્સ ટુ વ્હિલર ઇન્શ્યોરન્સથર્ડ પાર્ટી મિલકતના નુકસાન માટે 1 l સુધીટુ વ્હિલર માટે કોઈ ઍડ-ઑન ઉપલબ્ધ નથી
 • ત્વરિત પૉલિસી જારી કરવી
 • ઝડપી કલેઇમ સેટલમેન્ટની પ્રક્રિયા
 • 10 વર્ષ સુધીનાં જુના વાહનો માટે ઉપલબ્ધ
Universal Sompo Two Wheeler Insuranceયુનિવર્સલ સોમ્પો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સથર્ડ પાર્ટી મિલકતના નુકસાન માટે 1 l સુધીઝિરો ડેપ્રિશિયેશન (ઝેડડી)
 • ત્વરિત પૉલિસી જારી કરવી
 • તમારા ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે ઝડપી અને ઝંઝટ-મુક્ત સેટલમેન્ટ
 • 60 મહિના સુધીનાં જુના વાહનો માટે ઝેડડી પ્લાન ઉપલબ્ધ છે
 • 10 વર્ષ સુધીનાં જુના વાહનો માટે ઉપલબ્ધ
સવાલ:

મારી ઉંમર અને વ્યવસાયના આધારે ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પર છૂટ મેળવવા માટે મને કયા ડૉક્યુમેન્ટસ સબમિટ કરવા જોઈએ?

જવાબ:

તમારી ઉંમર અને વ્યવસાયના આધારે છૂટનો લાભ લેવા માટે, તમારે અનુક્રમે પાન કાર્ડ અને રોજગારી અથવા શૈક્ષણિક પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે.

સવાલ:

શું હું મારી વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કોઈ નવા વાહનને રિપ્લેસ કરી શકું છું?

જવાબ:

હા, તમે તમારા નવા વાહનને તમારી વર્તમાન ઇન્શ્યોરન્સ પૉલિસીમાં રિપ્લેસ કરી શકો છો. ફેરફારોને લાગુ કરવા માટે ઇન્શ્યોરન્સ કંપનીને કૉલ કરો.

સવાલ:

શું હું ઇન્શ્યોરન્સના સમયગાળા દરમિયાન પૉલિસીને રદ કરી શકું છું?

જવાબ:

હા, તમે તેની મુદત દરમિયાન પૉલિસી રદ કરી શકો છો, તમારે સાબિતી માટે ડૉક્યુમેન્ટસ સબમિટ કરવાના રહેશે કે તમારું વાહનનું બીજે ક્યાંક ઇન્શ્યોરન્સ કરવામાં આવ્યું છે અથવા તમારા વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) દ્વારા રદ કરવામાં આવ્યું છે. એક વખત પૉલિસી રદ થઈ જાય પછી, જે સમયગાળા માટે કવરેજ આપવામાં આવ્યું તે સમયગાળાનું પ્રીમિયમ બાદ કરીને બાકી રહેલી રકમ ઇન્શ્યોરર પરત કરશે. પૉલિસીના સમયગાળા દરમિયાન જો કોઈ કલેઇમ ન થયો હોય તો જ રિફંડ શક્ય છે.

સવાલ:

જ્યારે કાયદો માત્ર 3rd પાર્ટી, ઈજા, અને મૃત્યુ અથવા મિલકતના નુકસાન માટે જ આદેશ આપે છે, ત્યારે મારે શા માટે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ?

જવાબ:

જોકે તેમ છતાં, કાયદા મુજબ ફક્ત 3rd પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ ખરીદવો ફરજિયાત છે, તમારા ટુ-વ્હીલરને માનવસર્જિત અને કુદરતી આફતોથી બચાવવા માટે એક વ્યાપક પૉલિસી ખરીદવાની સલાહ આપવામાં આવે છે. વ્યાપક કવર ખરીદવાથી, તમે તમારી ઇન્શ્યોરન્સ કંપની પાસેથી વાહનને થતાં અકસ્માતો અથવા નુકસાન માટે ક્લેઇમ કરી શકો છો. વ્યાપક કવર ન હોય તો સંપૂર્ણ બિલ ભરવાની જવાબદારી તમારી રહે છે. આમ, વ્યાપક ઇન્શ્યોરન્સ પૉલિસીનો વિકલ્પ પસંદ કરીને, ભલે તમારા ટુ-વ્હિલરને કંઈપણ થાય, તમારે ચિંતા કરવાની જરૂર નથી, ઇન્શ્યોરર તમારા આર્થિક ભારને વહેંચી લેશે.

સવાલ:

મારે ઑનલાઇન ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ ખરીદવા માટે કઈ માહિતી સબમિટ કરવાની જરૂર છે?

જવાબ:

ટુ-વ્હિલર વાહનની પૉલિસી ઑનલાઇન ખરીદવા માટે, કોઈ ડૉક્યુમેન્ટની જરૂર નથી. માત્ર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાના સમયે અગાઉની પૉલિસીની વિગતો અને આરસી માહિતી આપવાની જરૂર છે, જે પૉલિસીને રિન્યુ કરતી વખતે તપાસવામાં આવે છે.

સવાલ:

શું હું સમાપ્ત થયેલી ઇન્શ્યોરન્સ પૉલિસી પર એનસીબી મેળવી શકું છું?

જવાબ:

તમે સમાપ્ત થયેલી પૉલિસી પર એનસીબી મેળવી શકો છો, જો તમે તેને પૉલિસીની સમાપ્તિ તારીખના 90 દિવસની અંદર રિન્યુ કરો તો.

સવાલ:

શું હું ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીની ઑનલાઇન ખરીદી અને રિન્યુ કરી શકું છું?

જવાબ:

હા, તમે તમારા ક્રેડિટ/ડેબિટ એકાઉન્ટ અથવા બેંક એકાઉન્ટની વિગતોનો ઉપયોગ કરીને ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી અને રિન્યુ કરી શકો છો. અમે પૉલિસીબજારમાં, ફક્ત માઉસના ક્લિક પર ઑનલાઇન પૉલિસીઓ ખરીદવા અને રિન્યુ કરવાની એક સરળ અને કાર્યક્ષમ પદ્ધતિ આપીએ છીએ. ઇન્શ્યોરન્સ સંબંધિત પ્રશ્નો માટે 1800-208-8787 (24*7 ટૉલ-ફ્રી) પર અમારો સંપર્ક કરો.

સવાલ:

જો મારી ઇન્શ્યોરન્સ પૉલિસી ખોવાઈ ગઈ હોય તો મારે શું કરવું?

જવાબ:

તમારી મોટર ઇન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરો અને તે પૉલિસીની ડુપ્લિકેટ કૉપી રજૂ કરી દેશે. તમારે ડુપ્લિકેટ કૉપી મેળવવા માટે એક નજીવી રકમ ચૂકવવાની રહેશે.

ઑનલાઇન પૉલિસીના કિસ્સામાં, પૉલિસીની સોફ્ટ કૉપી કસ્ટમરના ઇમેઇલ ઍડ્રેસ પર મોકલવામાં આવે છે. સામાન્ય રીતે, પૉલિસી ડૉક્યુમેન્ટસ ડિજિટલ રીતે હસ્તાક્ષર કરેલાં હોય છે અને તેની રંગીન પ્રિન્ટને એક માન્ય હાર્ડ કૉપી તરીકે ગણવામાં આવે છે.

સવાલ:

નો કલેઇમ બોનસ (એનસીબી) શું છે?

જવાબ:

જ્યારે ટુ-વ્હિલર પૉલિસીધારકે પૉલિસીના સમયગાળામાં એકપણ કલેઇમ કર્યો ન હોય, ત્યારે તેને જે બોનસ મળે, તેને નો કલેઇમ બોનસ (એનસીબી) કહેવાય છે.

સવાલ:

કયા કિસ્સાઓમાં વાહનનું નિરીક્ષણ ફરજિયાત છે?

જવાબ:

જ્યારે તમે કોઈ પૉલિસી ઑફલાઇન ખરીદો છો, ફક્ત ત્યારે જ વાહનનું નિરીક્ષણ ફરજિયાત છે. ઑનલાઇન કિસ્સાઓમાં નિરીક્ષણ જરૂરી નથી.

સવાલ:

પૉલિસીની મુદત શું છે?

જવાબ:

3 થી 5 વર્ષ સુધીની લાંબી મુદતની વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી. સપ્ટેમ્બર 01, 2019 પછી વેચવામાં આવનાર બધા ટુ-વ્હિલરને લાંબા ગાળાની થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી જારી કરવામાં આવશે. કલેઇમની પ્રક્રિયા ખૂબ જ કંટાળાજનક હોઈ શકે છે

સવાલ:

ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સમાં એન્ડોર્સમેન્ટ શું છે?

જવાબ:

ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સના સંદર્ભમાં એન્ડોર્સમેન્ટ શબ્દનો અર્થ એ કરારથી છે જે પૉલિસી શરતોમાં કોઈપણ ફેરફારોનો ડૉક્યુમેન્ટ કરેલ પુરાવો છે. આ ડૉક્યુમેન્ટ પૉલિસીમાં ફેરફારોનો માન્ય પુરાવો છે. એન્ડોર્સમેન્ટ, સામાન્ય રીતે, બે પ્રકારનું હોય છે - પ્રીમિયમ બૅરિંગ અને નૉન-પ્રીમિયમ બૅરિંગ.

સવાલ:

મારું ટુ-વ્હિલર ખોવાઈ કે ચોરાઈ જાય તો શું કરવું?

જવાબ:

આ કિસ્સામાં, તમારે ગુમ અથવા ચોરાયેલાં વાહન માટે નજીકના પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને એક એફઆઇઆર નોંધાવાની જરૂર હોય છે. તમારે કલેઇમ કરવા માટે આ ઘટના વિશે તમારા ઇન્શ્યોરરને પણ જાણ કરવાની જરૂર હોય છે, જેના માટે તમારે એફઆઇઆરની એક કૉપી સાથે અમુક ડૉક્યુમેન્ટસ સબમિટ કરવાની જરૂર પડે છે.

સવાલ:

ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને શું અસર કરે છે?

જવાબ:

તમારી ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમ તેની ઉંમર અને અન્ય કેટલાક પરિબળોને આધિન હોય છે. આનો અર્થ એ કે તમારા ટુ-વ્હિલર વાહનની આઇડીવી (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) તેની વધતી જતી ઉંમર સાથે ઓછી થાય છે અને તેના માટે ચૂકવવાપાત્ર પ્રીમિયમ પણ ઓછું થાય છે.

સવાલ:

શું અમને બાઇક ઇન્શ્યોરન્સમાં જ વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સનું કવર મળે છે?

જવાબ:

હા, તમે તમારી બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ₹15 લાખનું વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ કવર મેળવો છો, તે એક કોમ્પ્રિહેન્સિવ ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ.

સવાલ:

અમે લાંબા ગાળાનો ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ કેવી રીતે ખરીદી શકીએ છીએ?

જવાબ:

ભારતની આઇઆરડીએ દ્વારા રજૂ કરેલી લાંબા ગાળાની ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી હવે વિવિધ ટોચની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવે છે. તમે સરળતાથી તમારા હાલના અથવા નવા ઇન્શ્યોરર પાસેથી તમારા ટુ-વ્હિલર માટે એક ઑનલાઇન/ઑફલાઇન પૉલિસી ખરીદી શકો છો અને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પ્રીમિયમ ચૂકવી શકો છો.

સવાલ:

લાંબા-ગાળાનો ટુ-વ્હિલર (એલટીટીડબ્લ્યૂ) ઇન્શ્યોરન્સ શું છે?

જવાબ:

લાંબા ગાળાની ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા ટુ-વ્હિલર માટે બહુ-વર્ષિય ઇન્શ્યોરન્સ પૉલિસી છે, જેની માન્યતા 2 થી 3 વર્ષ સુધીની હોય છે. લાંબા ગાળાની ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ પૉલિસીનો પહેલો લાભ એ છે કે તમારે તેને દર વર્ષે રિન્યુ કરાવવાની જરૂર નથી (એટલે ​​કે 12 મહિના પછી) અને વાહનની આઇડીવી અને થર્ડ-પાર્ટી જવાબદારી પૉલિસીની મુદત પર યથાવત્ રહેશે.

ટુ વ્હિલર ઇન્શ્યોરર્સ
સરેરાશ રેટિંગ
(21 રિવ્યૂ પર આધારિત)

ટુ વ્હિલર ઇન્શ્યોરન્સ વિડિઓ

ટુ-વ્હિલર ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ
4.6 / 5 (21 રિવ્યૂ પર આધારિત)
(નવીનતમ 15 સમીક્ષા બતાવી રહ્યાં છીએ)
રોહિત
અદાલાજ, માર્ચ 25, 2020
Various plans
It’s great when you get variety of things at one place. So I found variety of plans at one website of policybazaar. I am quite happy that I can select the plan according to your budget. And can compare it too.
વાઇરન્ટ
અદાસપુર, માર્ચ 24, 2020
Customer care
The customer care team Is very nice. They really helped and guided me in getting the best two wheeler policy. They gave me proper guidance and explained me about each and every plan.
કૈલાશ
પાલક્કાડ, માર્ચ 23, 2020
Customer friendly
The model of my bike was missing in the list of Policybazaar, however, as per my request, they added the model and quotes to their list and trust me, the premium was quite low than the other platforms.
કૌશિક
અંડલ, જાન્યુઆરી 24, 2020
Best place to get insurance
I always get all the required insurances done from Policybazaar and they never disappoint me. Best quotes, best information and best services.
જય
મનાર, જાન્યુઆરી 09, 2020
Quick
It took my just a few minutes to get my bike’s insurance and the process was smooth. Haven’t claimed yet, so unaware about the claim process.
હર્ષ
રાયવરમ, ડિસેમ્બર 26, 2019
Nice support
My insurer was delaying the claim reimbursement, however, Policybazaar intervened it got it done quickly.
શક્ષિ
મેલ્પુરમ_પકોડ, ડિસેમ્બર 18, 2019
Best price
After comparing the prices of my scooter’s insurance at various platforms, I saw that Policybazaar is offering lowest premiums. Thank you, Policybazaar.
મનીશ
લખીસરાય, ડિસેમ્બર 17, 2019
Instant policy
I got my bike insurance renewed with Policybazaar and within less than 10 minutes of making the payment, I received the soft copy of the policy.
કમલ
ઇસ્લામપુર, ડિસેમ્બર 16, 2019
Helpful
I just signed in to Policybazaar to check the quotations for my bike’s insurance. I got a call from their executive in a few minutes and she explained everything to me so well. I got the insurance renewed and am happy with the services.
ગૌરવ
શ્રીરામપુર, ડિસેમ્બર 05, 2019
Understand the need
The customer service people do understand the customer needs that what kind of two wheeler plans we want and the budget also. I am happy and will renew my insurance from them only.
આસિફ
આદિવાડા, ઓગસ્ટ 31, 2019
Claim assistance like no one else
Policybazaar was really helpful when I had an accident and put my vehicle at the service centre, they were with me all the while till I received my claim. I strongly recommend Policybazaar to everyone.
सृષ્ટિ
પંચાયત, ઓગસ્ટ 09, 2019
Very informative and easy
Policybazaar has listed so many insurers and along with their pros & cons and inclusions & exclusions. This made it very easy for me to get the best one for myself.
કૃષ્ણા
શાહદોલ, ઓગસ્ટ 05, 2019
No.1 insurance selling platform
I got the most suited policy for myself as I was able to compare a lot of policies and check their returns & premiums.
હેમાન્ટ
યવતમાલ, ઓગસ્ટ 03, 2019
Get insurance before your maggi is ready
I never thought that getting a two-wheeler insurance could be so quick and easy. The entire process was smooth and I got the best deal on Policybazaar.
નિશિત
સનાવદ, જુલાઈ 30, 2019
Unbelievable customer support
Right from the time of signup on Policybazaar till I got the insurance paper in my hand, there team was constantly there to help. I just chose what I wanted and made the payment, rest was done by these guys themselves.

પ્રશંસાપત્રો

×